જુનાગઢના ગલીયાવાડના યુવાનને ફાઇનાન્સ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી કેશ લોન કરવાનું કહી પૈસા ખાતામાં જમા કરવા લાલચ આપી બાદમાં કાર્ડ પર ૫૦ હજોરનો મોબાઇલ ફોન લઇ છેતરપીંડીની ફરીયાદ સાયબર પોલીસમાં થતા તપાસ હાથ ધરી છે. જુનાગઢના ગલીયાવાડા ગામે રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા શબીર હુસેનભાઇ સીડાને ગત તા. ૧૬-૧૨-૨૧ના અજોણ્યા શખ્સે ફોન કરી પોતે બજોજ ફાઇનાન્સમાં એજન્ટ તરીકે કામ કરતા હોવાની ઓળખ આપી હતી.
બજોજ ફાયફનાન્સના કાર્ડ ઉપર કેશ લોન કરી આપવા લાલચ આપી હતી. શબીરભાઇએ તેની હા પાડતા અજોણ્યા શખ્સે ૪૯૯૯૯ની લોન થશે અને તમારા બજોજ કાર્ડની લોન લીમીટેડનો ફોટો મોકલો તેમ જણાવેલ યુવાને ફોટો મોકલેલ બાદ શખ્સે ઓટીપી સહિતની વિગતો મેળવી યુવાનના કેશ લોન લઇ તેના ખાતામાં જમા કરાવી દઇશ તેમ કહેલ પરંતુ બાદમાં આ શખ્સે ૪૯૯૯૯ની કિંમતનો મોબાઇલ ફોન લઇ લીધો હતો. અને તેના હપ્તા શબીરભાઇને ભરવાનો વારો આવ્યો હતો જેની સાયબર પોલીસમાં ફરીયાદ થતા તપાસ હાથ ધરવામાં આવી છે.