ચાર મહિનાના વેકેશન બાદ ફરી એકવાર સાસણમાં સિંહ દર્શન શરૂ થયું છે. આ વખતે ગીર અભયારણ્ય દસ દિવસ વહેલું પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. પ્રથમ દિવસે જ સાસણ સફારીમાં સિંહ યુગલના દર્શન કરીને પ્રવાસીઓએ ઉત્સાહભેર શરૂઆત કરી. આગામી ૧૦ ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ સિંહ દર્શન માટે આવવાના છે, જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો.

આજથી ગીર સાસણ સફારી પાર્ક સિંહ દર્શન માટે વિધિવત રીતે શરૂ થયું છે. ગીરના ઇતિહાસમાં પ્રથમ વખત ૧૬ ઓક્ટોબરને બદલે ૭ ઓક્ટોબરે સિંહ દર્શન શરૂ થયું, જેના કારણે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જાવા મળ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૧૦ ઓક્ટોબરે બપોર બાદ સાસણ ગીર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે આવશે, જેની પણ પ્રવાસીઓમાં ચર્ચા છે.આ વખતે સફારી પાર્ક દસ દિવસ વહેલું ખુલતાં દેશ-વિદેશના પ્રવાસીઓમાં ઉત્સાહ જાવા મળ્યો. કેટલાક પ્રવાસીઓએ પ્રથમ વખત ગીરની મુલાકાત લઈને જંગલમાં સિંહોને જાવાનો રોમાંચક અનુભવ ઈટીવી ભારત સાથે વ્યક્ત કર્યો.બેંગલુરુથી આવેલા પ્રવાસી પ્રભાકરે જણાવ્યું કે, તેમણે ભારતના  મોટાભાગના સફારી પાર્કની મુલાકાત લીધી છે અને વાઘ સહિત અન્ય વન્ય પ્રાણીઓ જાયા છે. પરંતુ ગીરમાં પ્રથમ વખત સિંહોને જાવાનો અનુભવ તેમના માટે અનફર્ગેટેબલ રહેશે. ગીરનું જંગલ અને આબોહવા તેમને ખૂબ આહલાદક લાગ્યાં, અને તેઓ ભવિષ્યમાં ફરી મુલાકાત લેવા ઇચ્છે છે.મુંબઈથી આવેલા મીનલ પાગરે પણ પ્રથમ વખત ગીરની મુલાકાતે આવ્યા હતા અને તેમને સિંહ યુગલના દર્શન થયા. પ્રથમ સફારીમાં સિંહ યુગલના દર્શન થવાથી તેઓ ખૂબ રોમાંચિત થયા.વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર શીતલ મિસ્ત્રીએ પણ પ્રથમ સફારીની મજા માણી અને જંગલમાં સિંહોના ફોટા લીધા. જંગલમાં વરસાદને કારણે ફોટોગ્રાફીમાં થોડી મુશ્કેલી આવી, પરંતુ પ્રથમ દિવસનો અનુભવ રોમાંચક રહ્યો.

ભુવનેશ્વરના દલાઈ પરિવારના ૧૫ સભ્યો પ્રથમ વખત ગીરમાં સિંહોને જાવા આવ્યા. આ પરિવારે અગાઉ વાઘ સેન્ચ્યુરીની મુલાકાત લીધી હતી, પરંતુ એશિયામાં એકમાત્ર ગીરમાં જાવા મળતા સિંહોને જાવા માટે તેઓ ખૂબ ઉત્સાહિત હતા. ગીરનું જંગલ, પ્રાણીઓ, પક્ષીઓ અને ખાસ કરીને સિંહોનો અનુભવ તેમને અવિસ્મરણીય લાગ્યો. પ્રથમ દિવસની સફારી ખુશનુમા વાતાવરણમાં પૂર્ણ થઈ, જેનો બધાને આનંદ થયો.