આ નિર્ણયથી કરોડો લોકોને મોટી આર્થિક રાહત મળશે, જેના કારણે સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે

ભારત સરકાર દ્વારા જી.એસ.ટી. સુધારા સંબંધિત લેવાયેલા ઐતિહાસિક નિર્ણયને આવકારતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે આ પગલું દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈ આપશે અને સામાન્ય જનતાને આર્થિક બોજમાંથી મોટી રાહત મળશે. તાજેતરમાં નાણામંત્રી દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર હવે જી.એસ.ટી.માં માત્ર ૫% અને ૧૮% ના બે જ સ્લેબ રહેશે, જ્યારે ૧૨% અને ૨૮% ના સ્લેબ રદ થશે. પ્રીમિયમ વસ્તુઓ તથા તમાકુ જેવી ચીજવસ્તુઓ પર ૪૦% નો વિશેષ સ્લેબ લાગુ રહેશે. હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ સહિત અનેક સેવાઓ પર ટેક્સ શૂન્ય કરી દેવામાં આવ્યો છે, જ્યારે જીવન જરૂરી ચીજો તથા કૃષિ ઉત્પાદનો પર ટેક્સ ઘટાડવામાં આવ્યો છે. આ નિર્ણયને ભાજપના મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ આવકારતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા છે. આ નવા ય્જી્‌ દરો આગામી ૨૨મી સપ્ટેમ્બર એટલે કે નવરાત્રિથી લાગુ થશે, જે ભારતીય અર્થતંત્ર અને ઉદ્યોગોના વિકાસને પણ નવું બળ પૂરું પાડશે.