ખાંભાના જીવાપર ગામે ગ્રામ પંચાયતના કૂવામાં નાખેલી પાણીની મોટરનો સર્વિસ વાયર રાત્રે ચોરીને જતો એક શખ્સ રંગેહાથ ઝડપાયો હતો.
મહેશભાઈ શામજીભાઈ હીરપરા (ઉ.વ.૪૫)એ સમઢીયાળા-૨ ગામના માનસિંગભાઈ ખીમાભાઈ વરૂ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ રાત્રે પોણા અગિયાર વાગ્યે જીવાપર ગ્રામ પંચાયતના કૂવામાં નાખેલી પાણીની મોટરનો સર્વિસ વાયર આશરે ૫૫-મીટર કુલ કિં.રૂ.૪૯૫૦નો ચોરી કરી ગુંચળુ વાળી લઇ જતા હતા ત્યારે તેમણે તથા સાહેદોએ પકડી
લીધો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન.કીકર વધુ તપાસ કરી રહ્યા છે.