કવિ નર્મદે કહ્યું છે કે ‘સુવર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની’ રાજ્યની પ્રાથમિક શાળાઓને દર મહિને નિયમિત વાંચન અર્થે જીવન શિક્ષણ નામનું સામયિક મોકલવામાં આવે છે તેના શબ્દોમાં મર્મ અને કેળવણીનો ગૂઢાર્થ રહેલો છે. સંસ્કૃતિની વ્યાખ્યા જીવન જીવવાની કલા થાય છે ત્યારે જીવનશિક્ષણએ વ્યક્તિના વ્યક્તિત્વને આબેહૂબ રીતે ખુલવા અને ખીલવવાની સંજીવની છે.
જીવનશિક્ષણના ઇતિહાસ તરફ દ્રષ્ટિકોણ કરીએ તો ખ્યાલ આવશે કે વર્ષ ૧૯૬૨માં મૂળ સ્વરૂપ “ગુજરાત શાળાપત્ર” તરીકે બહાર પડતું હતું. પ્રાથમિક શિક્ષણ જીવનનો મહત્વનો બેઝ છે ત્યાં કર્મ કરતા ગુરુજનો રાજ્યની ગતિવિધિ અને નવીન વિચારોના પ્રવાહથી અવગત રહેવા માટે આ મેગેઝીન સોનામાં સુગંધ ભરી દેવાના શુભ સંકલ્પથી બહાર પાડવામાં આવે છે.
શિક્ષકોની ભગવદ્‌ ગીતા કહી શકાય તેવા જીવનશિક્ષણ મેગેઝીન સમગ્ર ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં જાય ત્યારે તે હાથમાં આવે અને એક જ બેઠકે વાંચવાની પ્રવાહિતા હૃદયમાં ઊભી થાય તેવું મજાનું મેગેઝીન છે.
આજના ભૌતિકવાદ અને ટેકનોલોજીના આક્રમણ સમયે વાચક વર્ગ ઉભો કરવા માટે ગુણવત્તાયુક્ત મેગેઝિન હશે તો વાચકને રસ, રુચિ કેળવાશે. વાંચવાની જીજીવિષા સ્થાપિત કરવા માટે તેમાં ગુણવત્તાસભર લેખો હોવા અનિવાર્ય છે. સલાહકાર સમિતિ અને સંપાદક મંડળ આ બાબતે સાચા યશના અધિકારી છે.એકદમ યોગ્ય લેખો જેમાં માસ, તહેવાર, વિશિષ્ટ- વિવિધ શિક્ષણના પ્રસંગો આવરી ઉત્તમ ગુણવત્તાયુક્ત મેગેઝીન નિર્માણ કરે છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળ કાર્ય કરતી જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર દ્વારા જીવનશિક્ષણ મેગેઝીન પ્રકાશિત કરવામાં આવે છે.આ મેગેઝીન રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં મોકલવામાં આવે છે. રાજ્યના કર્મનિષ્ઠ પ્રાથમિક શિક્ષકોના અદભુત લેખો, ઇનોવેશન, સર્જનાત્મક, વિશ્લેષણાત્મક લેખોની ગુણવત્તા શ્રેષ્ઠ હોય છે. જીવનશિક્ષણએ શિક્ષણની સોનોગ્રાફી છે. જીવન શિક્ષણની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી છે. તંત્રીકલમ ધારદાર, ચોટદાર અને જોરદાર હોય છે. જે પ્રાણવાયુ સાથે સાથે જ્ઞાનવાયુ શિક્ષકમાં સ્થાપિત કરી શકે છે. જીવનશિક્ષણમાં જે પ્રસંગો અને ક્રિયાત્મક લેખો આવે છે તેના થકી રાજ્યના શિક્ષકોને પોતાની શાળામાં કાર્ય કરવાની તક સાંપડશે.
અંતરિયાળ વિસ્તારની શાળામાં સાધક તરીકે સાધના કરતાં શિક્ષકને આ જીવનશિક્ષણ ખૂબ ઉપયોગી નીવડશે. મુદ્રિત માધ્યમો સરસ્વતીના ઉપાસકો માટે મંદિર અને સાધનાનું મુકામ બનશે. બાલ ગંગાધર તિલકે કહ્યું હતું કે “મને નરકમાં રહેવા મળે અને ત્યાં પુસ્તકો કે મેગેઝીન મળે તો હું ત્યાં રહેવા માટે પણ તૈયાર છું. મને સ્વર્ગ મળે ત્યાં પુસ્તક કે મેગેઝીન ન મળે તો હું ત્યાં રહેવા તૈયાર નથી”. આ પુસ્તકો અને મેગેઝીનની તાકાત છે. વાચક વર્ગની સુષુપ્ત શક્તિને ઢંઢોળવાની આંતરિક શક્તિ આવા મેગેઝીનમાં પડેલી છે. વાંચન કરવાથી વૈચારિક શક્તિ ખીલે છે. દુનિયા ગમે તેટલી ડિજિટલ થશે પણ વાચક વર્ગ માટે પુસ્તક અને મેગેઝીન તેના માટે ખૂબ જ મહત્વનું રહેશે. બાળકોમાં વાંચવાની ટેવો ઊભી કરવી રહી, મૂલ્યવર્ધક પ્રસંગો તેને અસામાજિક પ્રવૃત્તિ કરતા અટકાવશે. વિચારોમાં પ્રવાહિતા અને નવસર્જનતા આવા મેગેઝીન દ્વારા મળે છે. મેઘાણીએ ગાંધીબાપુ માટે લખ્યું હતું કે ‘ઝેરનો છેલ્લો કટોરો બાપુ પી જાજો’. આ શબ્દોની તાકાતએ ગોળમેજી પરિષદમાં હાજર રહેલા માટે ઉર્જા ઉભી કરી.
જીવનશિક્ષણ મેગેઝીનની ભાષા, શૈલી, વિષયવસ્તુ અને સંકલન અસરકારક રહ્યું છે. વાચક વર્ગને દર મહિને આ મેગેઝીનનો ઇન્તજાર ઉભો કરાવે તેવું અસરકારક મેગેઝીન છે. સમગ્ર વિશ્વ પુનઃ આવા મેગેઝીન તરફ વળશે સકારાત્મક અને હકારાત્મક ભાવ સાથે શિક્ષકોમાં બાળકો માટે કંઈક કરી છૂટવાની ભાવના ઊભી થશે ત્યારે
ગુજરાતનું બાળ વિશ્વબાળ બનશે. ધૈર્ય, જિજ્ઞાસા અભિલાષા થકી રાષ્ટ્ર નિર્માણ માટે ઉર્જા ઉત્પન્ન કરતું અવલોકિક મેગેઝીન છે. સતત પ્રતિબદ્ધતા અને નિપૂણતા થકી આવા સામયિકો વીજળીવેગે જ્ઞાનપ્રચારકો બની જશે.
આવા મેગેઝીન રાજ્યની શાળામાં જીવનશિક્ષણ થકી જીવન જીવવા માટેની કેળવણી સ્થાપિત કરશે. વાંચન કલાની આદત અનેક દુર્ગુણોને ત્યાગ તરફ લઈ જશે.
રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને કોલેજના પ્રબુધ્ધ નાગરિકોના હાથમાં આ જીવનશિક્ષણ અંક આવે એટલે તેના વિચારોમાં ખાલી પાનાં ફેરવતાં ફેરવતાં પણ રસ-રુચિ કેળવાય તેવું લૂકઆઉટ ડિઝાઇનથી તૈયાર થયેલું સામાયિક છે.
જીવનશિક્ષણ દરેકના ઘરે મહેમાન આવે ત્યારે ‘ આવજો ‘ કહેવાની જગ્યાએ ‘આ મેગેઝીન વાંચજો’ કહેવાની જરૂર છે. જેમાં માત્ર જીવન જીવવાની કલા નહિ પણ જીવન કેમ જીવવું એની કલા સાંપડે છે. શ્રી પી. કે. ત્રિવેદી સાહેબ નિયામકશ્રી જી.સી.ઇ. આર.ટી ગાંધીનગર, આ મેગેઝીનના તંત્રી એસ.જે. ડુમરાળિયા અને સહતંત્રી ડા. સંજયભાઈ. બી. ત્રિવેદી તેમજ ડા. એ.કે.મોઢ પટેલ, ડા. હિતેશભાઈ દવે જીવનશિક્ષણ મેગેઝીનને યોગ્ય ઢાળ આપી રહ્યા છે.
જીવનશિક્ષણનો જય હો.
Mo.૯૮૨૫૭૦૨૨૮૨