આપણને ખબર છે કે આપણા જીવનમાં યાત્રા કે જાત્રા કે સફર કે પ્રવાસ કે પર્યટનનું કે પછી હરવા ફરવાનું કેટલું મહત્વ છે ? હા… તો અભિનંદન ! ના, તો પછી ચાલો તૈયારી કરો એક નાની ટૂરની જેથી આપને ખબર પડે કે જીવનમાં પ્રવાસ કેટલો જરૂરી છે…! તો ચાલો થોડી રખડપટ્ટી કરીએ…
આજકાલની વ્યસ્તતાભરી જીંદગીમાં જવાબદારીઓમાંથી મુક્ત થઇને અને બધી ચીજા ભૂલીને બહાર હરવા – ફરવા જવું થોડું કઠીન છે, પરંતુ જા તમે થોડું વિચારશો તો એવા બહુ જ કારણો છે, જેના કારણે આપે અવશ્યપણે હરવા – ફરવા જવું જાઇએ. એ કયાં કારણો છે ? એ જાણીએ ઃ રખડપટ્ટીથી થતા લાભ જાણીએ…
નવા અનુભવથી રૂબરૂ: કંઇક નવો અનુભવ કરવાનો સૌથી બેસ્ટ ઉપાય છે ટ્રાવેલિંગ, જરા વિચારો તો ખરા… કે, જયારે તમે પહાડ પર ચઢતા હો – બીચ પર લાંબુ વોક કરતા હો, નૈસર્ગિકતાની વચ્ચે ફરતા હોવ… તો તમે કેટલો આનંદ મહેસૂસ કરો છો. આ પ્રકારની સફર એકબીજા, આપને તાજગીપ્રદ અને ઊર્જાવાન બનાવે છે, તો બીજી બાજુ ટ્રાવેલિંગથી ઘણી બધી નવી ચીજા – બાબતો – રીતિ – રિવાજા – કલા – પરંપરા – રહેણી – કરણી – મોજ – શોખ – ખાણી – પીણી – ફેશન – બ્યુટી – વસ્ત્ર પરિધાન વગેરે જાવા – જાણવા – માણવ – અનુભવવા મળે છે.
– જીંદગીને ગહનતાથી જાણવાની તક ઃ આપણે આપણી દૈનિક જીંદગીમાં એટલા વ્યસ્ત રહીએ છીએ કે, જીંદગી વિશે ગહનતાથી જાણી – સમજી શકતા જ નથી. પરંતુ, સફર દરમિયાન આપણે એ  બધી ચીજા વિશે વિચારોને સમજી શકીએ છીએ, કે જેના વિશે પહેલાં આપણે કશું ય વિચાર્યુ જ ન હોતું, ત્યાં સુધી કે આપણે આપણા જીવનના મોટા નિર્ણય વિશે પણ વિચારી લઇએ છીએ, જેની કોઇ આશા પણ ન રાખી હોય…
કળા – સંસ્કૃતિની જાણકારી: સફર દરિમયાન તમે અન્ય સ્થળો – પ્રદેશો – દેશોની કળા – સંસ્કૃતિઓ વિશે જાણો – સમજા છો અને જે – તે જગ્યાની કળા – સંસ્કૃતિ – રીત – રિવાજા – પરંપરા – રહેણી – કરણીને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી ખૂબ જ સારી રીતે રૂબરૂ થઇને સમજી – માણી શકો છો ને ત્યાંની ભાષા પણ જાણી શકો છો.
પ્રાકૃતિક વાતાવરણનો અનુભવ: જયારે આપ ફરવા જાવ છો, ત્યારે
પ્રાકૃતિક વાતાવરણ અને એના સૌદર્યને સાવ નજીકથી જાઇ – માણી શકો છો, ટ્રાવેલ દરમિયાન એવી ઘણી બધી જગ્યાઓ અને સ્થળો જાવા મળે છે, જેને જાઇને તમે મંત્રમુગ્ધ થઇ જાવ છો અને તમારી યાદોમાં વસાવી લો છો – કાયમને માટે…!
પરિવાર સાથે નિકટતા મળે: કેટલાંક પ્રવાસ એટલા યાદગાર બની રહે છે કે, જેને આપણે કયારે ભૂલી શકતા નથી. જેમ કે પરિવાર સાથે કરાયેલ સફર, આ સમયને તમે વધુમાં વધુ યાદગાર બનાવી શકો છો, અને મોર્ડન ટેકનોલોજીની મદદથી આ યાદોને વારંવાર જીવી શકો છો.
દૂરથી વધે છે પ્રેમ: સામાન્ય રીતે લોકો કહે છે કે, જે ચીજથી આપણે જેટલા દૂર થઇએ છીએ, એટલો જ તેના પ્રત્યે આપણો પ્રેમ વધે છે, એ જ રીતે તમે યાત્રા (સફર) દરમિયાન આપના પરિવારથી દૂર થાવ છો, તો તેમના પ્રત્યે પહેલાં કરતા પ્રેમ વધી જાય છે.
ટેસ્ટ મળે છે વિવિધ સ્વાદનો: સફરનો સૌથી સારો હિસ્સો હોય તો તે છે, ખાણી – પીણી દેશ – પ્રદેશ અનુસાર ત્યાંની ખાણી – પીણીની લિજ્જત માણી શકો છો. ઘરના રોજના ખાવાથી હટકર કઇક નવું જ ખાધા – પીધાનો અનુભવ મળે છે. ને , તે પણ આખી સફર દરમિયાન સવાર – સાંજ – બપોર – રાત, બસ, ખાયે જાવ પ્રભુ કે ગુન ગાયે જાવ. દેશ – પ્રદેશમાં કેવા કેવા ભોજન – ખાણી-પીણી ચાલી રહ્યા છે, તેનો પણ ખ્યાલ આવે છે.
લક્ષ્યોને સમજી શકો છો: થોડા સમય માટે પણ આપ આપની કોલેજ – ઘર કે નોકરીથી દૂર રહેવાને કારણે આપ આપના લક્ષ્યોને ખૂબ સારી રીતે સમજી શકો છો. એકાંતમાં તમે મહેસૂસ કરો છો કે જીવન બહુ નાનું છે, એ દરમિયાન તમારે ઘણા બધા સારા કાર્યો કરવાના છે અને તે પણ નિર્ધારિત સમયમાં, અને તમારા દરેક લક્ષ્યને પણ પહોંચી વળવાનું છે. (ક્રમશઃ)