રાજુલામાં ભારે વાહનોને શહેરી વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરાઇ છે કે, જીવન જરૂરી ચીજ વસ્તુઓ લઇને આવતા ટ્રાન્સપોર્ટ વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે. ચેમ્બર પ્રમુખ બકુલભાઇએ જણાવ્યું છે કે, રાજુલા શહેરમાં પ્રવેશતા ભારે વાહનોનો ટ્રાફિક સમસ્યા નિવારવાના ભાગરૂપે શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધનો આદેશ છે તેની સાથે અમો સહમત છીએ. પરંતુ જે વાહનો દ્વારા શહેરની અંદર જીવન જરૂરી ચીજ-વસ્તુઓ ટ્રાન્સપોર્ટ દ્વારા આવતી હોય તેવા વાહનોને શહેરમાં પ્રવેશવા દેવા માટે જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગણી છે. જાહેરનામાના કારણે આવા વાહનો શહેરમાં ન પ્રવેશી શકે તો જાહેર વિતરણ વ્યવસ્થામાં ભારે હાડમારી થઇ શકે તેમ છે. જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.