સમસ્ત જીરા ગામ પરિવાર દ્વારા તુલસી વિવાહના પવિત્ર પ્રસંગે સંતોકબા ભવનનો લોકાર્પણ સમારોહ ભવ્ય રીતે યોજાયો. આ અવસરે સાંસદ ભરતભાઈ સુતરીયા, મંત્રી કૌશિકભાઈ વેકરીયા, પરશોતમભાઈ રૂપાલા તેમજ વતનપ્રેમી બાબુભાઈ જીરાવાળા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જીરા ગામના સર્વાંગી વિકાસ માટે દાતાઓના સહયોગથી આ ભવનનું નિર્માણ થયું છે. કાર્યક્રમમાં ગ્રામજનો અને મહેમાનોની વિશાળ હાજરી રહી હતી, તેમજ ગામના વિકાસ પ્રત્યે દાતાઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.










































