નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની હાજરીમાં
૧૧ ગામોને લાભ થશે, જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ પોસ્ટમોર્ટમ રૂમનો પણ સમાવેશ થાય છે
જીરા,તા.૯
આજે જીરા ખાતે ભરતભાઈ સુતરીયા અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની હાજરીમાં એક કરોડ ૨૫ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આધુનિક પોસ્ટમોર્ટમ રૂમ સાથેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, આરોગ્ય ચેરમેન અશ્વિનભાઈ કુંજલીયા, જીતુભાઈ તાલુકા પંચાયત ચેરમેન, તાલુકા વિકાસ અધિકારી પરમાર, સરપંચ એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ ખાતરાણી, જિલ્લાના આરોગ્ય અધિકારી, તબીબી સ્ટાફ, જીરા ગામના સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયા, ઉપસરપંચ રમેશભાઈ શેખડા, પૂર્વ સરપંચ સુરેશભાઈ સાવજ, તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન ચીમનભાઈ શેખડા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ૧૧ ગામોને લાભ આપશે અને તેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ પોસ્ટમોર્ટમ રૂમનો પણ સમાવેશ થાય છે.