જીમ્મીનું માઇન્ડ તર્કબધ્ધ ગણતરીઓ કરવા લાગ્યું: લેબોરેટરીમાં જતી વખતે જે માણસ મને ભટકાયો એ મને ક્રિમિનલ કેમ
લાગ્યો ? તેની નજરમાં ખુન્નસ છવાયેલું હતું. પહેરેલી જર્સીની નીચે કમર ઉપર તેણે કશુંક છૂપાવ્યું હોય એમ કેમ લાગ્યું ? મે બી રિવોલ્વર પણ હોય. ત્રીજુ, કે જયારે પેલા પાસે લેબમાં ગયો ત્યારે લેબવાળો ચમકીને અને ગભરાઈને તેની સામે કેમ તાકતો રહ્યો હતો ? અને તેના હાથમાં સો સોની નોટોવાળુ દસ હજારનું બંડલ કેમ હતું ? જીમ્મીનું માઇન્ડ તેજ ગતિથી ચાલવા લાગ્યું: લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા માટે કોઇ પેશન્ટ તો બેઠું નહોતું તો પછી આ બંડલ તેને આપ્યું કોણે ? શું પેલા દાઢીવાળાએ જ ? પણ દાઢીવાળો તો લૂંટી જાય એવો હતો તો પછી એ રૂપિયા આપે કે પછી લૂંટે ? જા આપે તો શેના માટે આપે ? બીજું, કે અનિતાએ તેને એક બે વાર કહ્યું હતું કે સૌ કોઇ સૂઇ ગયા હોય ત્યારે રવિના બાથરૂમમાં જાય છે. એકવાર ભર ઉંઘમાં હતી ત્યારે બાથરૂમનો દરવાજા ખખડયો અને તે જાગી ગઇ હતી. પછી રવિના ખાસ્સીવારે પાછી આવી હતી. તો આ બધી જ ધારણાનો સરવાળો ઉકેલવો પડે એવો છે. નહિંતર દિવસે દિવસે આ બધા સમીકરણો એ ઘરને ગૂંચવી દેશે. કહો કે ના કહો પરંતુ આ છોકરી ભેદી છે. કંઇક તો છે જે આ છોકરીની સાથે કનેકટેડ છે !
એ કોલેજ ગયો ત્યારે અનિતા તેને જ શોધતી હતી. એણે જેવો જીમ્મીને જોયો કે એનો હાથ પકડીને ગ્રાઉન્ડમાં રહેલા લીમડા નીચે લઇ ગઇ. ગઇકાલે રાતે ઘટી ગયેલી ઘટના એણે સવિસ્તર કહી સંભળાવ્યા પછી જીમ્મીએ તેને કહ્યું કે ગમે તેમ કર, પણ તેનો ફોન તારે કબજે કરી લેવાનો છે !
“આઇ વીલ ટ્રાય માય લેવલ બેસ્ટ…” ધડકતી છાતી સાથે એણે કમીટમેન્ટ કર્યુ. અવશપણે તેનો હાથ પોતાની છાતી ઉપર મૂકાઇ ગયો કે, જીમ્મીએ આંખ મિંચકારીને કહ્યું: “સ્ટોપ ઇટ જાનુ ત્યાં હાથ મૂકવાનો હક્ક મારો છે.”
“લૂચ્ચા નોટી.. એ બધુ પછી અત્યારે તો અહીંથી છેક પગની પાની સુધીની, આ શરીરની માલિકણ એક માત્ર હું છું !”
બન્ને જુવાન હૈયાં મસ્તી કરતા હતા અને બે ભૂખાળવી આંખો તેમને તાકી રહી હતી.
——
રાત તો અડધી વીતી ગઇ હતી. અર્જુને આંખો ખોલી. સાંજે વોટસએપ ઉપર ફરી પાછો પાંચ લાખ રૂપિયા આપવા માટેનો મેસેજ આવી ગયો હતો અને દિનપ્રતિદિન ધમકી આપવામાં વધારો થતો હતો. તેની અંદરના અર્જુને તો તેને કહ્યું: “જે કરવું હોય એ કરી લે. તું ડરીશ નહીં. જા ડર ગયા, સમજા મર ગયા. હવે તો ઘરમાં પણ બધાને ખબર પડી ગઇ છે કે રવિનાના પેટમાં જે બાળક છે એ તારૂં જ છે તો પછી ડરવાની શી જરૂર છે ?” પરંતુ બીજી ક્ષણે સિંહનું કાળજુ સસલાનું કાળજુ બની ગયું. મનમાં ડર હતો એ સપાટી ઉપર આવ્યો કે રવિનાના પેટમાં જે પલી રહ્યુ છે એ બાળકની બધાને વહેલી મોડી ખબર પડશે તે દિ’ પોતે એ ભૂલ સ્વીકારી લેશે અને રવિનાને પત્ની તરીકે સ્વીકારી પણ લેશે પરંતુ તેની પહેલા રવિના સાથેના શરીર સંબંધોનો
આભાર – નિહારીકા રવિયા વીડિયો વાયરલ થયો, તો પોતે આખા સમાજમાં, કુટુંબમાં અને સર્વત્ર પણે બદનામ થઇ જશે. આ બદનામીનું વજુદ પોતાનો પૌરૂષ સહજ આવેગ જ હતો પણ એ વીડિયો પોતાને બદનામીના કયાં કયાં દર – બ – દર ઉપર ભટકાવી નાખશે, તેની કલ્પના પણ એટલી ભયાવહ હતી કે અર્જુન ઉપર એ ડર હવે હાવી થઇ ગયો હતો. હવે આવતીકાલની સાંજ, છેલ્લો વાયદો હતો અને દેવાના હતા પુરા પાંચ લાખ પણ આ વખતે તેણે પણ સામી ખુલ્લી ચેલેન્જ મારી હતી કે આ પાંચ હવે છેલ્લી વખતના આપુ છું. હવે ફરી વખત મારી પાસેથી કશું જ નહીં મળે અને જા હવે ત્રીજી વખત મને તેં કહ્યું તો હું આપઘાત કરી લઇશ !”
“તારે હજી જીવવાનું છે. તને એમ મરવા નહીં દઇએ !” સામે છેડેથી લાફટર ઇમેજીસ આવ્યાં હતા અને પછી હવામાં તરતા તરતા શબ્દોએ મોબાઇલમાં અક્ષરદેહ ધારણ કર્યો હતો. “એમ, સોનાના ઇંડા આપતી મરઘીને અમે મરવા થોડા દઇશું ? તો તો દુનિયામાં અમારી જેવા મૂરખ કોણ હોય ?” બાય ધ વે બચ્ચુ, યાદ રખ કલ સાંજ… વોહી ઠિકાના… વોહી વકત… ફિર એકબાર મુલાકાત હોંગી, મિલેંગે.
—-
આજે સાડા છ વાગ્યે અનિતાનો ફોન જીમ્મીના ફોનમાં આવ્યો. અનિતા ગભરાયેલી લાગતી હતી કહેતી હતી કે ભાઇનો પતો નથી. દત્તા સાહેબે કહ્યું કે અર્જુનભાઇ તો સવારના આવ્યા જ નથી. અને હા, એમના રૂમમાં રહેલા કબાટની ચાવી ઓશિકા નીચેથી મળી જે સામાન્ય રીતે બાના પર્સમાં રહેતી હોય છે. અમે કબાટ ખોલ્યો તો અંદરથી મારા, મોટાભાભીના અને બાના જે થોડા ઘણાં ઘરેણા પડયા હતા એ પણ ગુમ છે. આપણે પોલીસ સ્ટેશન જઇએ દત્તા સાહેબને લઇને ! અને ઘરેણાની ફરિયાદ લખાવી દઇએ અને બાને ખૂબ ગભરામણ થાય છે. “ એક મિનિટ, એક મિનિટ….” જીમ્મીએ વાતને ધીરજથી લેતા કહ્યું: “ભાઇ નથી, ઘરેણાં પણ નથી મતલબ કે ઘરેણાં જ અર્જુનભાઇ પાસે હોય એવું બની શકે અને ચાવી તેમની જ બેડના ઓશિકા નીચેથી મળી. એનો મતલબ ઘરેણા એમણે લીધા છે ! ”
“પણ ભાઇ ઘરેણા શું કામ લે ? એવી શી જરૂર પડી ? ઘરેણાં કોઇને દેવાના પણ નથી કે નથી કોઇ પ્રસંગ આવતો કે જેને લીધે કોઇને મોકલવા પડે.”
“મતલબ કે દાલ મેં કુછ કાલા હૈ.” મનમાં ને મનમાં તર્ક બાંધતો જીમ્મી બબડયો: કોકડું વધુને વધુ ગૂંચવાતું જાય છે!!”
“જીમ્મી…. જીમ્મી…. પ્લીઝ કૈંક બોલ મને ડર લાગે છે. ઘરેણાં તો ઠીક પણ ભાઇ કયાં ગયો હશે ?”
“એ ચિંતા ન કર. તું અત્યારે દત્તા સાહેબને પૂરી વિગતથી વાકેફ કર. હું મારી રીતે ટ્રાય કરૂ છું પણ તું ચિંતા નહી કરતી. એક ન એક દિન દૂધનું દૂધ અને પાણીનું પાણી ન કરી નાખું તો હું જીમ્મી નહીં !!” અનિતાએ દત્તાને ફોન જાડયો અને જીમ્મી વિચારતો થઇ ગયો કે અર્જુનસર વગર બુલેટ કે બાઇકે ગયા કયાં ? તેણે તેના મિત્ર જીગરને ફોન કર્યો. અંધારૂ ઉતરવા લાગ્યું કે, તે અને જીગર પેલા રાજમહેલ આગળ સંતાઇ ગયા તેને હતું કે રાજમહેલની હવા કશુંક કહી રહી છે કે, કશુંક તો બનવું જાઇએ. બરાબર એજ ટાણે આઝમગઢથી આવતા રસ્તામાં, રાજમહેલથી થોડે દૂર રહેલા ભૂતિયા નાળે, અર્જુન ટ્રકમાંથી ઉતરી ગયો અને ધીમે ધીમે ચાલતો રાજમહેલ પાસે, આવીને ઊભો રહ્યો. એ માનવ આકૃતિ જાઇને જીમ્મી ચમકયો. એણે એ માનવ આકૃતિને ઓળખવાનો પ્રયત્ન કર્યો. ધીમે ધીમે એ અને જીગર, બિલ્લી પગે એ માનવ આકૃતિની થોડે પાછળ આવીને ઊભા રહ્યા તો એ માનવ આકૃતિની હરકત અને શરીરના હલનચલન પરથી પાક્કુ થઇ ગયું કે એ અર્જુન જ હતો. પણ અર્જુનભાઇ અહીંયા અત્યારે શું કામ ? એક વીજળી’ક વિચાર તેના શરીરમાંથી પસાર થઇ ગયો પણ તેમ કરવા જતા કદાચ બાજી બગડે એમ હતું. એટલે હવે પછી શું થાય છે ? એ જાવા તેઓ અધ્ધર શ્વાસે તાકતા રહ્યા કે પંદરેક મિનિટ પછી એક જીપ આવી મોટો ચકરાવો લેતી પાછળની સાઇડેથી પ્રવેશી, એ તો સારૂં થયું કે, જીગરનું ધ્યાન ગયું. એણે ઇશારો કર્યો કે બન્ને દોડીને ગ્રાઉન્ડમાં રહેલા એક આઉટ-હાઉસના ખંડેર પાછળ છુપાઇ ગયા. જીપ અર્જુનની પડખે થઇને આગળ જતી રહી… (ક્રમશઃ)