શ્રી જે.એસ. પરમાર આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ-કોડીનારની વિદ્યાર્થિની પૂનમબેન રામસિંહભાઇ પરમારે જીપીએસસી ક્લાસ વનની પરીક્ષા પાસ કરીને કોલેજનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેણી જીપીએસસીની પરીક્ષા પાસ કરીને ડે. કલેક્ટરના હોદ્દા પર પસંદગી પામ્યા છે. તેમણે વડનગર ગામ, પરિવાર તેમજ કારડીયા રાજપુત સમાજ અને કોલેજનું નામ રોશન કરતા ટ્રસ્ટીગણ અને આચાર્ય ડો. બી.એ. બારડ તથા કોલેજ પરિવારે ગૌરવની લાગણી અનુભવી છે. આ સિદ્ધિ બદલ પૂનમબેનને અભિનંદન સહ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.