અલ્પેશ કથીરીયાની પરીક્ષામાં કૌભાંડ મામલે હરીભાઇ ચૌધરીએ કરેલા આક્ષેપોને ભાજપના નેતા અલ્પેશ કથીરીયાએ ફગાવ્યા છે. તેમણે કહ્યું કે હરીભાઇ ચૌધરીનું વર્ષોથી ચાલતું સેટિંગ બંધ થયું એટલે તેઓ આ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે. અલ્પેશ કથીરીયાએ કહ્યું કે અલ્પેશ કથીરીયાએ કોઈ એક વ્યક્તિથી ન ચાલે,અલ્પેશ કથીરીયા નિયમોથી ચાલે છે અને નિયમોથી જ ચાલતું રહેશે. તેમણે કહ્યું કે પૈસા આપે તે ઉમેદવાર પસંદ થાય તેવો હવે સમય નથી.

મહત્વનું છે કે બે દિવસ પહેલા હરીભાઇ ચૌધરીએ અલ્પેશ કથીરીયા પરીક્ષામાં કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. ભાજપનાં જ દિગ્ગજ નેતા અને ઓબીસી અગ્રણી હરિ ચૌધરીએ સરકારી પરીક્ષા પદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ચૌધરી સમાજના અગ્રણી અને ભાજપ નેતાએ ચોકાવનારા આક્ષેપ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.

ઓબીસી ઉમેદવારોને ૪૫૦ માર્ક્‌સ હોય તો પણ ઈન્ટરવ્યુમાં ૨૦થી ૨૫ માર્ક જ અપાય છે અને ઓપન કેટેગરીના ઉમેદવારોને ૩૫૦ માર્ક્‌સ હોય તો પણ ઇન્ટરવ્યૂમાં ૯૦ માર્ક અપાતા હોવાનો આક્ષેપ હરીભાઇ ચૌધરીએ કર્યો હતો..આ આક્ષેપ બાદ રાજકારણ ગરમાયેલું છે.