કુંકાવાવ તાલુકાના જીથુડી ગામે રહેતી એક યુવતીએ ભાગીને લગ્ન કરી લીધા હતા. જે અંગે સમાધાન મુદ્દે તેની માતાને બોલાવીને ગાળો આપવામાં આવી હતી. ઉપરાંત મુંઢ માર મારીને જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સવિતાબેન હરેશભાઇ પરમારે તેમના જ ગામના જયોત્સનાબેન સોલંકી, કાજલબેન સોલંકી, કિંજલબેન સોલંકી તથા રોહિત સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દીકરીને બાંભણીયા ગામનો અનીલ પોપટભાઈ ચાવડા નામનો શખ્સ ભગાડી ગયો હતો. જે આરોપીઓને સંબંધી થતો હતો. જેથી તેમણે સમાધાનનું કહેતા સવિતાબેને ના પાડી હતી. આ અંગે તેમને સારું નહોતું લાગ્યું અને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.