જીટીયુ દ્વારા તાજેતરમાં લેવાયેલી એમબીએ સેમ-૩ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં અમરેલીના ગજેરા કેમ્પસની એસ.એચ. ગજેરા મહિલા એમબીએ કોલેજની વિદ્યાર્થિનીઓએ ઝળહળતી સિદ્ધિ મેળવી હતી. યુનિવર્સિટી કક્ષાએ ટોપટેનમાં સંકુલની કોલેજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેમાં પરમાર પૂર્વિ એ. કોલેજ ફર્સ્ટ – SPT ૯.૫, નવાપરીયા વિભૂતી એસ. કોલેજ સેકન્ડ – SPT ૯.૩૮ અને નસિત ધ્રુવિ બી. એ કોલેજ થર્ડ – SPT ૯.૧૩ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. GTU માં સંકુલની કોલેજે ૯૬% પરિણામ સાથે ૧૦૦% ફર્સ્ટક્લાસ લાવવા બદલ સ્ટાફ, સ્ટુડન્ટ્‌સ અને રેન્કરને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.