જીટીયુ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં B.Pharm સેમ.-V પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં ટોપટેનમાં ગજેરા કેમ્પસની શ્રીમતી સી.વી. ગજેરા ફાર્મસી મહિલા કોલેજે ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોલેજની વિદ્યાર્થિની તન્વાણી સ્નેહા એ. કોલેજ ફર્સ્ટ- SPT ૯.૩૩, ત્રાપસીયા હેમાંગી એ. કોલેજ સેકન્ડ – SPT ૮.૯૩ અને પટોળીયા ધાર્મી વી. કોલેજ થર્ડ – SPT ૮.૯૩ સાથે સફળતા પ્રાપ્ત કરી હતી. આ સિદ્ધિ બદલ સ્ટાફ, સ્ટુડન્ટ્સ અને રેન્કરને સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.