ગુજરાતમાં હાર્દિક પટેલ વિશે સતત અટકળો ચાલી રહી છે કે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાડાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી હાર્દિક પણ પોતાના નિવેદનો અને હર્ક્‌તોથી ચર્ચામાં છે. ત્યારે હવે હાર્દિકે પોતાના ટિવટર પ્રોફાઇલ પરથી પોતાને ‘કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસ ગુજરાત’ હટાવી લીધો છે. તો કોંગ્રેસે પણ સણસણતો જવાબ આપ્યો છે. કોંગ્રેસ પણ હવે હાર્દિકથી અંતર જાળવતી જાવા મળી રહી છે.પાર્ટીએ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સ્વાગત પોસ્ટર પરથી હાર્દિકની તસવીર હટાવી દીધી હતી. વહેલી સવારે હાર્દિકે પોતાના ટિવટર હેન્ડલના બાયોમાંથી કોંગ્રેસનો ઉલ્લેખ હટાવી દીધો હતો.
હાર્દિક પટેલ વારંવાર નિવેદનો કરી રહ્યો છે જેના કારણે તે ગુજરાત કોંગ્રેસના નેતાઓથી નારાજ છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધીથી નારાજ નથી, પરંતુ રાજ્યનું નેતૃત્વ તેમને કામ કરવા દેતું નથી. એટલું જ નહીં હાર્દિક ભાજપના નેતાઓના વખાણ કરતો પણ સાંભળવા મળ્યો છે.
જા કે, હવે હાર્દિકે તેના ટિવટર બાયોમાંથી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખને હટાવી દીધા છે, કોંગ્રેસે તેના કાર્યકારી પ્રમુખને પણ સ્વાગત પોસ્ટરમાંથી હટાવી દીધા છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સ્વાગત માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રદેશ પ્રભારી રઘુ શર્માની સાથે વિપક્ષના નેતા સુખરામ રાઠવાની તસ્વીર મુકવામાં આવી છે. પરંતુ પોસ્ટરમાં હાર્દિક પટેલની તસવીરને સ્થાન આપવામાં આવ્યું નથી. એવું માનવામાં આવે છે કે સ્થાનિક સંગઠન પણ હાર્દિક પટેલથી નારાજ છે. સૂત્રોનું માનીએ તો ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ હજુ સુધી હાર્દિક પટેલ સાથે વાતચીત કરી નથી. હવે હાર્દિક પટેલ શું કાર્યવાહી કરે છે તે જાવું રસપ્રદ રહેશે.