ક્રિકેટની ઇન્ડિયન પ્રીમિયર લીગ જેવી ઇવેન્ટ્‌સ પર સૌથી મોટો ફેરફાર જાવા મળશે. હવે આઇપીએલ જેવી રમતગમત ઇવેન્ટ્‌સમાં પ્રવેશ (ટિકિટ) પર ૪૦ ટકા જીએસટી લાગશે. આની સીધી અસર ટિકિટના ભાવ પર પડશે અને દર્શકોના ખિસ્સા પર વધારાનો બોજ વધી શકે છે. જાકે, આ ૪૦ ટકા દર ફક્ત આઇપીએલ જેવી ઇવેન્ટ્‌સ પર જ લાગુ થશે.
બીજી બાજુ, આ ભારે ટેક્સ માન્ય રમતગમત ઇવેન્ટ્‌સ પર લાદવામાં આવશે નહીં. જા કોઈ માન્ય રમતગમત કાર્યક્રમની ટિકિટ ૫૦૦ રૂપિયા સુધીની હોય, તો તે પહેલાની જેમ જ જીએસટી મુક્ત રહેશે. તે જ સમયે, ૫૦૦ રૂપિયાથી વધુ કિંમતની ટિકિટો પર ૧૮ ટકાના દરે જીએસટી ચાલુ રહેશે. એટલે કે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય રમતગમત ટુર્નામેન્ટના દર્શકો પર કોઈ વધારાનો બોજ નાખવામાં આવશે નહીં.
આ ઉપરાંત, જીએસટી કાઉન્સિલે સટ્ટાબાજી, જુગાર, લોટરી, ઘોડા દોડ અને ઓનલાઈન મની ગેમિંગ જેવી પ્રવૃત્તિઓને ૪૦ ટકા ટેક્સ બ્રેકેટ હેઠળ લાવવાનો પણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ફક્ત આ ક્ષેત્રોના વ્યવસાયને જ અસર થશે નહીં પરંતુ સરકારને વધારાની આવક પણ મળી શકે છે.
એકંદરે,જીએસટી સ્લેબમાં ફેરફારને કારણે રમતગમત જગતમાં બેવડું ચિત્ર ઉભરી રહ્યું છે. એક તરફ આઇપીએલ જેવી ફ્રેન્ચાઇઝી આધારિત ઇવેન્ટ્‌સ મોંઘી બનશે, તો બીજી તરફ માન્યતા પ્રાપ્ત રમતગમત કાર્યક્રમોમાં દર્શકો માટે રાહત થશે. નિષ્ણાતો માને છે કે આ નિર્ણય સરકારની આવક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, પરંતુ લાંબા ગાળે તેની અસર દર્શકોની ભાગીદારી અને રમતગમતની ઘટનાઓની લોકપ્રિયતા પર પણ જાવા મળી શકે છે.