જીએસટી ઘટાડા પર પીએમ નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીએ એકસ હેન્ડલ પર ટવીટ કરીને કહ્યું કે મને એ જણાવતા આનંદ થાય છે કે કેન્દ્ર અને રાજ્યોની જીએસટી કાઉંસિલ ય્જી્‌ દર ઘટાડા અને સુધારાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો સાથે સામૂહિક રીતે સંમત થયા છે, જેનાથી સામાન્ય માણસ, ખેડૂતો,એમએસએમઇ, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે.મોદીએ કહ્યું કે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉંસિલ દ્વારા મંજૂર કરાયેલા વ્યાપક સુધારા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને ખાસ કરીને નાના વેપારીઓ અને ઉદ્યોગો માટે વ્યવસાય કરવાનું સરળ બનાવશે. પ્રધાનમંત્રીએ ‘એકસ’ પર એક પોસ્ટમાં કહ્યું કે કેન્દ્ર સરકારે જીએસટી દરોને તર્કસંગત બનાવવા અને પ્રક્રિયાગત સુધારાઓ માટે એક વિગતવાર પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેનો હેતુ સામાન્ય માણસનું જીવન સરળ બનાવવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.મોદીએ ઉલ્લેખ કર્યો કે સ્વતંત્રતા દિવસના ભાષણમાં, તેમણે જીએસટીમાં આગામી પેઢીને સુધારવાના સરકારના ઇરાદા વિશે વાત કરી હતી. બુધવારે જીએસટી કાઉંસિલલે પાંચ અને ૧૮ ટકાના દર માળખાને મંજૂરી આપી હતી, જે ૨૨ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.તે જ સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ ટવીટ કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વિવિધ ક્ષેત્રોમાં રાહત લાવવા માટે આગામી પેઢીના જીએસટી સુધારાઓની જાહેરાત કરી છે. ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ પર કર દર ઘટાડવાથી, આ સુધારો જીવનને સરળ બનાવશે, વ્યવસાય કરવાની સરળતાને વધુ મજબૂત બનાવશે, નાના વ્યવસાયોને સશક્ત બનાવશે અને આત્મનિર્ભર ભારત હેઠળ ભારતની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપશે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટવીટ કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના વચનો પર અડગ છે. જીએસટી દર ઘટાડવાનો આ ઐતિહાસિક નિર્ણય અને પ્રક્રિયા સુધારા ગરીબ અને મધ્યમ વર્ગને મોટી રાહત આપશે, તેમજ ખેડૂતો,એમએસએમઇ, મહિલાઓ અને યુવાનોને ટેકો આપશે. સિસ્ટમને સરળ બનાવીને અને સામાન્ય નાગરિકો પરનો બોજ ઘટાડીને, આ સુધારાઓ ફક્ત જીવનની સરળતા સુનિશ્ચિત કરશે નહીં, પરંતુ ખાસ કરીને નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો માટે વ્યવસાય કરવાની સરળતાને પણ પ્રોત્સાહન આપશે. ભારત માટે ખરેખર પરિવર્તનશીલ નિર્ણય.બીજી તરફ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ટ્‌વીટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બધા માટે ઐતિહાસિક દિવાળી ભેટ! આગામી પેઢીના જીએસટી સુધારાઓના લોન્ચિંગ પર પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને હાર્દિક અભિનંદન. જીએસટી કાઉંસિલ દ્વારા જીએસટી દરમાં ઘટાડા અને સુધારા  માટેના કેન્દ્ર સરકારના પ્રસ્તાવોને અનુરૂપ આ સુધારાઓને યોગ્ય રીતે સમર્થન આપવામાં આવ્યું છે.આ વ્યાપક-આધારિત જીએસટી દર તર્કસંગતીકરણ અને પ્રક્રિયા સુધારાઓનો હેતુ નાગરિકો માટે જીવન સરળ બનાવવા, ખેડૂતો એમએસએમઇ મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ટેકો આપવા તેમજ અર્થતંત્રના મુખ્ય ક્ષેત્રોમાં વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. જીએસટી સુધારા ગ્રાહકોને લાભ આપશે, વ્યવસાય કરવામાં સરળતા લાવશે અને નાના વેપારીઓ, સાહસો અને ઉદ્યોગ માટે નવી તકો ઊભી કરશે. તે વિકાસશીલ ભારતના વિઝનને મજબૂત બનાવશે અને ભારતની સફરને ટકાઉ અને સમાવિષ્ટ વિકાસ તરફ લઈ જશે.