ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૪.૬ ટકા વધીને ૧.૯૫ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૯૭ લાખ કરોડ હતું. સરકારે શનિવારે જ આ ડેટા જાહેર કર્યો છે. રિફંડ કાપ્યા પછી નેટ ટેક્સ કલેક્શન ૧.૬૯ લાખ કરોડ રૂપિયા રહ્યું, જે ગયા વર્ષ કરતા ૦.૬ ટકા વધારે છે.સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, ઇÂન્ટગ્રેટેડ જીએસટી બધામાં વાર્ષિક વધારો થયો છે, માત્ર સેસ કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે. એપ્રિલથી ઓક્ટોબર સુધી નાણાકીય વર્ષ ૨૦૨૬માં જીએસટી કલેક્શન ૯.૦ ટકા વધીને લગભગ ૧૩.૮૯ લાખ કરોડ રૂપિયા થયું છે. જે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૧૨.૭૪ લાખ કરોડ હતું. જીએસટી પોલિસી શરૂ થયા પછી જીએસટી કાઉન્સિલ સિસ્ટમને આકાર આપ્યો છે. તેમાં યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર, સ્ટેટ ફાઇનાન્સ મિનિસ્ટર્સ અને અન્ય અધિકારીઓ પણ સામેલ છે.સરકારે મોટા જીએસટી સ્ટ્રક્ચરલ રેશનલાઇઝેશન કર્યા, તેમ છતાં રેવેન્યુ મજબૂત રહ્યું. ઇટીના રિપોર્ટ મુજબ, અધિકારીઓએ કહ્યું કે જીએસટીમાં સુધારા સ્થાનિક વપરાશ (લોકલ કન્ઝમ્પ્શન)ને સપોર્ટ કરી રહ્યા છે અને સરકારને રેવેન્યુ બુઆયન્સી આપી રહ્યા છે. નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થયા, જેની ટેક્સ કલેક્શન પર મોટી અસર હતી. સરકારે ૪ની જગ્યાએ ય્જી્ના ફક્ત બે સ્લેબ લાગુ કર્યા છે. જે ૫% અને ૧૮% છે. જ્યારે કેટલીક લક્ઝરી વસ્તુઓ અને સિગારેટ-તમાકુ પર સ્પેશિયલ ૪૦% જીએસટી લાદવામાં આવ્યો છે.ઓક્ટોબર ૨૦૨૫માં કુલ ઘરેલું રેવેન્યુ ૨.૦ ટકા વધીને ૧.૪૫ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ, જ્યારે આયાતથી ટેક્સ ૧૨.૮૪ ટકા વધીને ૫૦,૮૮૪ કરોડ રૂપિયા રહ્યો છે. તો જીએસટી રિફંડ વાર્ષિક ધોરણે ૩૯.૬ ટકા વધીને ૨૬,૯૩૪ કરોડ રૂપિયા થયું છે. ઓગસ્ટ ૨૦૨૫માં ચોખ્ખી ય્જી્ આવક ૧.૬૯ લાખ કરોડ રૂપિયા હતી, જેમાં વાર્ષિક ધોરણે ૦.૬ ટકાનો વધારો થયો છે. તો સપ્ટેમ્બર ૨૦૨૫માં જીએસટી કલેક્શન ૧.૮૯ લાખ કરોડ રહ્યું હતુ, જે વાર્ષિક ધોરણે ૯.૧ ટકા વધારે હતું. તહેવારમાં મજબૂત જીએસટી કલેક્શન દર્શાવે છે કે લોકો ખર્ચ કરી રહ્યા છે, બિઝનેસ એÂક્ટવિટી હેલ્ધી છે.








































