હરિયાણાના જીંદ જિલ્લાના અંચરા કલાન ગામમાં ફ્લૂ જેવા લક્ષણો સાથેની રહસ્યમય બીમારીને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં ૧૨ લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. ગામના ઘણા લોકો આ ફલૂ જેવા રોગની ઝપેટમાં આવી ગયા છે. ૪,૫૦૦ ની વસ્તી ધરાવતા આ ગામમાં ૮૦૦ થી વધુ પરિવારો રહે છે અને મોટાભાગના પરિવારો આ રોગ માટે સંવેદનશીલ હોવાનું કહેવાય છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ વાયરલ ચેપને શોધવા અને સેમ્પલ લેવા માટે આરોગ્ય વિભાગની એક ટીમ ગામમાં મોકલવામાં આવી છે.
પંચાયત સદસ્ય રાજિન્દર સિંહના જણાવ્યા અનુસાર, ૫૦ થી વધુ દર્દીઓને સફીડોન, જીંદ અને ગોહાનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કેટલાક ગંભીર દર્દીઓને પીજીઆઈ-રોહતકમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બધા દર્દીઓમાં ઉંચો તાવ એ પ્રારંભિક લક્ષણ છે, ત્યારબાદ પ્લેટલેટ્‌સમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ડોકટરોના જણાવ્યા અનુસાર દર્દીઓમાં ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે છે પરંતુ ટેસ્ટમાં તેની પુષ્ટિ થઈ રહી નથી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર સમગ્ર વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે આ ફ્લૂ જેવો રોગ ફેલાઈ રહ્યો છે. અહીં મચ્છરોનો જન્મ થઈ રહ્યો છે, જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડેન્ગ્યુના પ્રકોપ કે તાવના કારણે કોઈ મૃત્યુની પુષ્ટિ કરવાનો ઈન્કાર કર્યો છે.
જીંદ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર, ડા. ટી.એસ. બાગરીએ જણાવ્યું હતું કે, “તે ડેન્ગ્યુ છે કે કોઈ વાયરલ ચેપ છે તે જોણવા માટે, એક ટીમને ગામમાં મોકલવામાં આવી છે અને સેમ્પલ લેવા માટે આ વિસ્તારમાં ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, હરિયાણાના કૈથલ જિલ્લામાં પરાઠા સળગાવનારા ખેડૂતો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પ્રદીપ દહિયાએ જણાવ્યું હતું કે મોટાભાગના ખેડૂતોએ હવે પરાળ બાળવાનું બંધ કરી દીધું છે, પરંતુ કેટલાક લોકો હજુ પણ પર્યાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
દહિયાએ ખેતરોની મુલાકાત લીધી, જ્યાં મોટાભાગના ખેડૂતોએ પાકના અવશેષો બાળવાનું બંધ કરી દીધું છે, પરંતુ તેમાંથી કેટલાકે પર્યાવરણને બગાડવાનો પ્રયાસ કર્યો છે. આ તાજેતરની ઘટના સામે એફઆઈઆર નોંધવામાં આવી રહી છે.