બગસરા ખાતે ૭૨મા સહકાર સપ્તાહ અંતર્ગત સહકાર સેમિનાર યોજાયો હતો. આશિષ શરાફી સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીની અધ્યક્ષતામાં આ સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયંતીભાઈ પાનસુરીયા, જિલ્લા સહકારી સંઘના ડાયરેક્ટર ધીરુભાઈ વાળા, હરેશભાઈ પટોળિયા, યુવા સમિતિના ડાયરેક્ટર નીરવભાઈ ગોંડલિયા, બગસરા નાગરિક શરાફી મંડળીના અધ્યક્ષ રશ્મિનભાઈ ડોડીયા, સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીના અધ્યક્ષ અનિલભાઈ વેકરીયા, આશિષ શરાફી સહકારી મંડળીના અધ્યક્ષ અનિલભાઈ શેખ, અમરેલી જિલ્લા સહકારી સંઘના એક્ઝીક્યુટીવ ઓફિસર ભાર્ગવભાઈ ત્રીવેદી ઉપસ્થિત રહ્યા હતા.








































