અમરેલી જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા ઈસમને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી તરીકે ઘનશ્યામસિંહ જાડેજા રહે. જાફરાબાદ સજા ભોગવતો હતો. ગત રાત્રીના અચાનક જ છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરતા જેલમાં ફરજ પરના સ્ટાફે તાત્કાલિક કેદીને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારબાદ વધુ સારવાર માટે બસ સ્ટેશનની સામે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા સારવાર મળે તે પહેલા જ કેદીનું મોત નિપજયું હતુ.