કલેક્ટરના અધ્યક્ષસ્થાને આજે મળેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે તેમના મત વિસ્તારના પાણી, રસ્તાઓ, આરોગ્ય, વીજળી તથા ખેડૂતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેને લઇ અધિકારીઓને ગામોમાં આરોગ્યલક્ષી સુવિધા, વીજળી તથા રોડ-રસ્તા અંગે જરૂરી માહિતી મેળવી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જે ખેડૂતોએ અરજી કરેલ હોય અને તેમને પ્રિમિયમની રકમ ન મળી હોય તેવા ખેડૂતો પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી નિયમાનુસાર કાર્યવાહી કરવા સૂચના અપાઇ હતી. આ રીતે ધારાસભ્ય દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે.