અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળમાં હોદ્દેદારોની વરણીઓ કરવામાં આવી છે. જેમાં વિહીપ જિલ્લા સહમંત્રી અરવિંદભાઇ મેસીયાની, ઉપપ્રમુખ તરીકે નિતેશભાઇ ધંધુકીયાની, જિલ્લા પ્રમુખ તરીકે પૂર્વીબેન ત્રિવેદી, વડીયા તાલુકા વિહીપ પ્રમુખ કિરીટભાઇ ભટ્ટ, મંત્રી તરીકે રાજેશભાઇ ધામેચા, બગસરા શહેર બજરંગદળ સંયોજક તરીકે જતીનભાઇ ભૂટક તથા શનીભાઇ કુબાવત, સહસંયોજક તરીકે વિશાલભાઇ તન્ના, કુલદીપભાઇ બાબરીયા, કપીલભાઇ ઝેબલીયા તથા મૌલિકભાઇ બારોટની વરણી કરવામાં આવી છે. નિમાયેલ હોદ્દેદારોને આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા.