અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. ર૦ ને શુક્રવારના રોજ જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકો માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અંજાર તેમજ અમરેલી ખાતેના ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ વેસ્પૂન ઇન્ડીયા પ્રા.લી. તથા ઓરેન્જ હુંડાઇ માટે અનુબંધમ પોર્ટલના ડિજિટલ માધ્યમથી આ ભરતી મેળો યોજાશે. જેમાં ૧૮ થી ૩પ વયના ધો. ૮ અને ૧ર પાસ યુવાનો ભાગ લઇ શકશે. ટ્રેઇની/મશીન ઓપરેટર તેમજ કોમ્યુટર ઓપરેટર/ સેલ્સ કન્સલ્ટન્ટની જગ્યા માટે ભરતી યોજાનાર છે.