ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા તામિલનાડુના કન્નુરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, દેવરાજ બાબરીયા, સંદીપ પંડ્યા, વિપુલ પોંકીયા, હંસાબેન જોષી, ટીકુભાઇ વરૂ, સમીર કુરેશી, શરદભાઇ ધાનાણી, સકીલબાપુ સૈયદ, હાર્દિકભાઇ કનાડા, વર્ષિલ સાવલીયા સહિત અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.