અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ મંડલ પ્રશિક્ષણ વર્ગનાં આયોજન માટેની બેઠક મળી હતી. જેમાં મ્યુ. ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન તથા ભાજપ પ્રશિક્ષણ વર્ગના સૌરાષ્ટ્ર ઝોનનાં ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરીએ માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી રાજુભાઈ કાબરીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, મંડલ પ્રમુખ-મહામંત્રી તથા મંડલનાં પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.