અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને પક્ષના અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનોની એક અગત્યની બેઠક તા.૦૧-૦૫-૨૦૨૫ના રોજ બોલાવવામાં આવેલ હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ, પ્રદેશ ભાજપના માર્ગદર્શન મુજબ આગામી તા. ૦૫ મે સુધીમાં અનુ.જાતિ. સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, સામાજિક આગેવાનો અને પ્રબુદ્ધ લોકોનો સંપર્ક કરાશે અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે તેમજ સમાજમાં સમરસતાનો ભાવ ઊભો કરાશે. આ સન્માન અભિયાનમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો સહિત સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા સ્તરના વિવિધ મોરચાના પદાધિકારીઓ, ગ્રામ્ય કક્ષાએ અને શહેરી મોહલ્લામાં પ્રવાસ કરીને દલિત સમાજના નિવાસસ્થાને બેઠક અને લોકસંપર્ક કરશે. સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજસેવકો, શિક્ષણવિદો તેમજ ધાર્મિક આગેવાનોનો સંપર્ક કરવા માટે અમરેલી જિલ્લાભરમાંથી ૧૨૫ ઉપરાંત આગેવાનો આ અભિયાનને સફળ બનાવવા માટે ગ્રામ્ય અને શહેર કક્ષાએ પ્રવાસ કરશે. આજની આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, સન્માન અભિયાન કાર્યક્રમના ઇન્ચાર્જ/સહ ઇન્ચાર્જ મનોજભાઈ મહીડા, સંદીપભાઈ સોલંકી, સાગરભાઈ સરવૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.









































