અમરેલી જિલ્લા ભાજપ દ્વારા તાલુકા તથા શહેરી મંડલોમાં યુવા મોરચાના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. લીલીયા, જાફરાબાદ તથા લાઠી તાલુકા અને દામનગર, ચલાલા તથા સાવરકુંડલા શહેરમાં વરણીઓ કરવામાં આવી છે. લીલીયા તાલુકામાં પ્રમુખ તરીકે આનંદભાઇ ધાનાણી, મહામંત્રી તરીકે વિપુલભાઇ પહાડા, ઉપપ્રમુખ તરીકે જતીનભાઇ ધામત, જીતેન્દ્રભાઇ ડાભી સહિત મંત્રીઓ, કોષાધ્યક્ષ તથા કારોબારી સભ્યોની વરણી કરાઇ છે. આ જ રીતે દામનગર શહેરમાં પ્રમુખ તરીકે નરેશભાઇ મકવાણા, મહામંત્રી તરીકે જયદીપભાઇ ધ્રાંગધરીયા, ઉપપ્રમુખ તરીકે રવિભાઇ નરોડીયા, મેહુલભાઇ પરમાર સહિતની વરણી કરાઇ હતી. જ્યારે ચલાલા શહેરમાં પ્રમુખ તરીકે હર્ષભાઈ નગદીયા, મહામંત્રી અવિરતભાઈ માલા, ઉપપ્રમુખ પ્રદિપભાઈ હિરપરા, મનોજભાઈ બગસરીયા, સાવરકુંડલા શહેરમાં પ્રમુખ તરીકે અનિરૂધ્ધભાઈ રાઠોડ સહિત નિમણૂકો કરવામાં આવી હતી.