તાજેતરમાં ડિગ્નીટી જસ્ટીસ ફોર હ્યુમન રાઈટસ ફાઉન્ડેશનના અમરેલી જિલ્લાના હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં નવનિયુકત પ્રમુખ તરીકે સુરેશભાઈ દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે. આ ડિગ્નીટી જસ્ટીસ ફોર હ્યુમન રાઈટસ ફાઉન્ડેશનની કામગીરી પર નજર નાખીએ તો આ ફાઉન્ડેશનનું કાર્ય માનવ સેવા, તબીબી સહાય, શિક્ષણ, પર્યાવરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સરકારી કાર્યક્રમોનો ભાગ રહેશે.જો કોઈ ખોટુ કાર્ય થશે તો આ ફાઉન્ડેશન અવાજ ઉઠાવશે સાથોસાથ મહિલા શક્તિના કાર્યને પ્રોત્સાહન આપવા જેવા કાર્યો પણ કરશે. આ ફાઉન્ડેશન સમાજ સેવા, પર્યાવરણીય સંરક્ષણ અને
જાગૃતિ, રક્તદાન, અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, સરકારી યોજનાઓનું અમલીકરણ સહિતના વિશેષ કાર્યો કરશે. જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈને ડિગ્નીટી જસ્ટીસ ફોર હ્યુમન રાઈટસ ફાઉન્ડેશન દ્વારા સ્મૃતિપત્ર આપી નિમણૂંક કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ તરીકે સુરેશભાઈ દેસાઈની વરણી થતા મિત્રો, શુભેચ્છો અને પત્રકારોએ આ વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.