લોકરક્ષકની ભરતીમાં જિલ્લાના ઉમેદવારોને શારીરિક કસોટી પાસ કરાવવા જિલ્લા પોલીસ દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિલ્લાના ઉમેદવારો વધુમાં વધુ પસંદગી પામે તે માટે શારીરિક કસોટી પાસ કરવા પ્રેક્ટિસ કરી શકે તે માટે જિલ્લાના વિવિધ ગામોમાં સ્થળો તથા માર્ગદર્શક ફાળવવામાં આવ્યા છે. અમરેલી શહેરમાં સમર્થ વ્યાયામ મંદિર ખાતે, સાવરકુંડલામાં કે.કે. પારેખ હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે, લાઠીમાં પોલીસ લાઇન ગ્રાઉન્ડ ખાતે, રાજુલામાં નોબલ વર્લ્ડ સ્કૂલ-ખાંભલીયા ખાતે, બાબરામાં કમળશી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે તેમજ જાફરાબાદમાં નવરચના ઇંÂગ્લશ મીડિયમ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ઉમેદવારો પ્રેÂક્ટસ કરી શકશે. આ તમામ સ્થળોએ બે-બે માર્ગદર્શક ફાળવાયા છે.