તા.૧ જાન્યુઆરીથી તા.૩૧ જાન્યુઆરી દરમિયાન નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા ધારી માર્કેટીંગ યાર્ડ (APMC) ખાતે રોડ સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એગ્રીકલ્ચર વાહનો રસ્તા પરથી પસાર થતાં હોય અને રસ્તા પર લાઈટ ન હોય તેવા રસ્તા પરના વાહનો દૂરથી જોઈ શકાય અને અકસ્માત ટાળી શકાય તે ઉદ્દેશ્ય સાથે એગ્રીકલ્ચર ટ્રેકટર, સનેડા તેમજ છકડા રીક્ષા સહિતના ૫૦ થી ૬૦ જેટલા વાહનો પર અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા વિનામૂલ્યે રેડિયમ રિફલેકટર લગાવવામાં આવ્યા હતા. વધુમાં ઓવર સ્પીડમાં વાહનો ન ચલાવવા તેમજ રોંગ સાઇડમાં વાહન ન ચલાવવું. રસ્તાની સાઇડમાં વ્હાઇટ પટ્ટાની અંદર વાહન પાર્ક કરવું. વધારાની ન્ઈડ્ઢ લાઇટ દૂર કરવા સહિતની બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.