આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર ગ્રામ પંચાયત ચૂંટણીને ધ્યાને લઈ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણી લડવા ઈચ્છુક કોંગ્રેસ પક્ષના કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગ્રામ પંચાયત ચૂંટણી માર્ગદર્શકની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં એડવોકેટ રફીકભાઈ મોગલ, એડવોકેટ મુઝફરહુસેન સૈયદ, એડવોકેટ નિશીથભાઈ પટેલ, એડવોકેટ રમેશભાઈ ખીમસુરીયા, એડવોકેટ સંદીપભાઈ પંડ્યા, એડવોકેટ અમીતભાઈ ચોવટીયા, મનિષભાઈ ભંડેરી, જનકભાઈ પંડ્યા, વિપુલભાઈ પોંકિયાની નિમણૂંક કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા કે તેને આનુસંગિક કાર્યવાહી માટે સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્યના કાર્યાલય અથવા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અથવા સમિતિ દ્વારા નિયુક્ત પદાધિકારીઓનો સંપર્ક જણાવાયું છે.