અમરેલી લોકસભાના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરની સાથે દરેક જાહેરસભામાં પોતાની આગવી શૈલીમાં ભાષણ આપનાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે હવે ચૂંટણી પ્રચારમાંથી મુક્ત થયા બાદ લીલીયા તાલુકાના કાંક્રચ ગામે મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. પ્રતાપભાઈ દુધાતે વહેલી સવારે મતદાન કરી યુવાનોને મતદાન કરવા પ્રેરણા આપી હતી.