ગત તા. ૮ના રોજ તામિલનાડુના કુન્નુર ગામે દેશના પ્રથમ સીડીએસ જનરલ બિપીન રાવત સહિત ૧૪ લોકોને લઇ જતું હેલિકોપ્ટર ક્રેશ થતા બિપીન રાવત સહિત ૧૩ લોકો આ ઘટનામાં શહીદ થયા હતા. આ શહીદોને અમરેલી જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ બક્ષીપંચના પ્રમુખ રમેશભાઇ ગોહીલ, જિલ્લા કોળી સમાજના આગેવાન રમેશભાઇ ડાભી, રતનબેન બલદાણીયા, આહિર સમાજના ભરતભાઇ ભરવાડ, તેમજ તાલુકા અને જિલ્લા કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટ કારોબારી સભ્યોએ વિરાંજલિ અર્પણ કરી હતી.