સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત અમરેલી કલેક્ટર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીના સુશાસન સપ્તાહના ઉદ્‌ઘાટન સમારોહનું જીવંત પ્રસારણ કરાયું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, નાયબ વન સંરક્ષક પ્રિયંકા ગેહલોત, મહેસુલ, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.