નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ “આપણું ગુજરાત, ટીબી મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરએ, જિલ્લામાં નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૦ થી વધુ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે જાહેર થઇ છે. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ ટીબીના એક્ટિવ કેસ ફાઈન્ડિંગ, નિયમિત સ્ક્રિનીંગ અને નોટિફિકેશન પર ઘટતું થાય તે માટે સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ટીબી નિવારણ ફોરમના સભ્યો, સંબંધિત અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.