રાજય સરકાર દ્વારા સેવા સેતુના ૧૦મા તબક્કાની શરુઆત કરવામાં આવી છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખીયા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લાભાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ પ્રકારની ૫૫ સેવાઓ એક છત નીચે આપવામાં આવી હતી. આ કાર્યક્રમની મુલાકાતે આવેલા જિલ્લા કલેક્ટર અજય દહિયાએ કાર્યક્રમના સ્થળે વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી અને સ્થળ પર ઉપસ્થિત કર્મયોગીઓને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરએ વિવિધ વિભાગોની સેવાઓની કામગીરીનું નિરીક્ષણ કરી અને જરુરી વિગતો મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યની તપાસણી કરી અને લાભાર્થીઓને જરુરી દવાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લાઠી પ્રાંત અધિકારી, લાઠી તાલુકા મામલતદાર, વિવિધ કચેરીઓના કર્મયોગીઓ, ગામના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.