અમરેલી સ્થિત રાજમહેલથી રાજકમલ ચોક, ટાવર ચોક, સેન્ટર પોઈન્ટ સુધી વિકાસ પદયાત્રા-૨૦૨૪ને લીલી ઝંડી આપીને અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ દ્વારા વિકાસ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ. વિકાસ પદયાત્રા-૨૦૨૪ના સમાપન બાદ ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરુપે અમરેલી સેન્ટર પોઈન્ટ ખાતે દેશભક્તિનો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. હામાપુર એલ.કે.બાબરિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતની ગૌરવગાથાને વર્ણવતી સાંસ્કૃતિક કૃતિની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. અમરેલી માણેકપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત પહેરવેશમાં લોકનૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.