અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અજય દહિયાએ મતદાન કરી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લા કલેક્ટરે અમરેલી શહેરમાં આવેલ જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના મતદાન મથકના રુમ નં.૦૨ ખાતે મતદાન કર્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ, ફોરવર્ડ હાઇસ્કૂલના પ્રાંગણમાં પર્યવારણની થીમ પર તૈયાર કરવામાં આવેલા આદર્શ મતદાન મથકની મુલાકાત લીધી હતી.