કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓએ મેઘાણી હાઈસ્કૂલની મુલાકાત લીધી
દેશમાં ૭૮મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. રાજયમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે અધિકારીઓનો ધમધમાટ જાવા મળી રહ્યો છે. જેમાં આ વખતે ૭૮મો સ્વાતંત્ર્ય પર્વ અમરેલી જિલ્લાના બગસરા મુકામે યોજવામાં આવશે. ધ્વજવંદન રાજયના નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બગસરા ખાતે કરવામાં આવનાર હોવાથી આજરોજ જિલ્લા કલેકટર અજય દહીયા, મામલતદાર ઝાલા સહિતના અધિકારીઓએ મેઘાણી હાઈસ્કૂલના પટાંગણની મુલાકાત લીધી હતી. જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી મેઘાણી હાઈસ્કૂલના પટાંગણમાં યોજવામાં આવશે. વર્ષો પછી ફરી એક વાર બગસરા ખાતે જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થનાર હોય ત્યારે બગસરાના વહીવટી તંત્રમાં પણ ધમધમાટ જાવા મળી રહ્યો છે.