અમરેલી જિલ્લાના આંકડિયા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં સાવરકુંડલા હોમગાર્ડ યુનિટના જવાનોની ટીમ રસ્સાખેંચ સ્પર્ધામાં ભાગ લઈ ચેમ્પિયન બની હતી. જેને લઈ સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર પ્રવિણભાઈ સાવજે ટીમના તમામ જવાનોને અભિનંદન પાઠવી ભવિષ્યમાં હોમગાર્ડ યુનિટ રાજ્યકક્ષાએ ઝળહળતો વિજય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.