અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર પર આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તેમજ નિરામય ગુજરાત ઝુંબેશની સાથે ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાત અંતર્ગત આગામી તા. ૨૬ના રોજ રવિવારે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાનાં કુલ ૧૪૨ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર તેમજ ૪૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ૩ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ કાર્યક્રમ યોજાશે અને આજ દિન સુધીમાં કુલ ૧૭૮૧ નામ નોંધણી થયેલા છે. સાયકલિંગ એ એક સારી કસરત છે અને બિનચેપી રોગોથી મુક્તિ રાખે છે તેમજ શારીરિક શ્રમ કરવાથી ઉર્જા વધે છે. આ સાયક્લોથોનમાં નામ નોંધાવવા માટે તમામ આરોગ્ય કેન્દ્ર પર નોંધણી કરાવી શકાશે. ભાગ લેવા માટે પોતાની સાયક્લ હોવી જરૂરી છે. કાર્યક્રમમાં પ્રજાજનોને જોડાવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.