અમરેલી જિલ્લામાં પોલીસ પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતાં ઇસમો સામે કાર્યવાહી કરી હતી. જિલ્લામાં ૨૮ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જેમાં ૮ મહિલાઓ પણ સામેલ હતી. બાબરા કરીયાણા રોડ પર એક યુવક પાસેથી દેશી પીવાનો દારૂ લીટર-૪, દેશી દારૂ બનાવવાનો આથો લીટર ૩૫૦ ટાંકા સાથે કુલ કિ.રૂ.૯૭૫૦ મળી આવ્યો હતો. જેનો પોલીસે સ્થળ ઉપર નાશ કર્યો હતો.આ ઉપરાંત જિલ્લામાં વિવિધ સ્થળેથી ૩૧ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા. તેમજ ૧૫થી વધુ શખ્સો કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવતાં મળી આવ્યા હતા.







































