અમરેલી જિલ્લામાં પોલીસે સાત સ્થળેથી ૩૫ જુગારીને ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જ્યારે બે ખેલી ફરાર થઈ ગયા હતા. કોળી કંથારીયા સરોવડા ગામની સીમની વચ્ચે રોડના કાંઠેથી ચાર ઈસમો રોકડા ૧૪,૧૨૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા, જ્યારે બે ફરાર થઈ ગયા હતા. લાઠીના સરકારી પીપળવા ગામે સ્વામિનારાયણ મંદિર પાસે બજારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં ૧૦ ઈસમો રોકડા ૧૨,૨૭૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ચિતલ ગામે પટેલ વાડીના નાકા પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં પાંચ ઇસમો રોકડા ૧૪,૮૦૦ સાથે ઝડપાયા હતા. અમરેલીના ચાંપાથળ ગામેથી ચાર ઇસમો જુગાર રમતાં રોકડા ૩૭૦૦ સાથે પકડાયા હતા. અમરેલીમાં બહારપરામાં માતાના મંદિર પાછળ પાણીના ટાંકા પાસેથી સાત શકુની રોકડા ૨૬૦૦ સાથે પકડાયા હતા. સાવરકુંડલાના દાધીયા ગામેથી ચાર ખેલી રોકડા ૨૧,૯૪૦ સાથે મળી આવ્યા હતા. સાવરકુંડલામાં ખોડી ગામે જવાના જુના કેડે ભોળાભાઈ કોળીની વાડી સામે આવેલા નેરામાંથી પાંચ ઇસમો રોકડા ૧૫,૭૩૦ના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા.

અમરેલી રોકડીયાપરામાંથી ૧૦ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ
અમરેલી શહેરમાં ભીમ અગિયારસ પર જુગારની મોસમ ખીલી છે. પુરુષોની સાથે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં જુગાર રમી રહી છે. આ દરમિયાન રોકડીયાપરામાં ૧૦ મહિલાઓ જુગાર રમતાં રંગેહાથ ઝડપાઈ હતી. તેમની પાસેથી ૩૯૯૦ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.