અમરેલી જિલ્લામાં ૪ મહિલા પાસેથી પોલીસે કુલ ૨૧ લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. દામનગરમાંથી ૪ લીટર, જાફરાબાદ બહારપરા સમુદ્રીમાતાના મંદિર પાસેથી ૪ લીટર, સાવરકુંડલામાં બે સ્થળેથી ૧૩ લીટર પીવાનો દેશી દારૂ મહિલાના રહેણાંક મકાનેથી મળ્યો હતો. જિલ્લામાંથી ૯ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.