જિલ્લામાં ત્રણ વિવિધ જગ્યાએથી ૧૯ ટન રેતી સહિત ૧૮,૮૧,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. લીલીયાના પુંજાપાદર ગામેથી સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામના ગોપાલભાઈ સંજયભાઈ વાઘેલા, મનસુખભાઈ ભાનુભાઈ વાઘેલા તથા મુકેશભાઈ કનુભાઈ વાઘેલાને ભેંસવડી ગામમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટ્ટમાંથી લીઝ, રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી ચોરી કરી કુલ ત્રણ ટ્રેક્ટરની ટ્રોલીમાં આશરે ૯ ટન રેતી ભરીને લઈ જતાં ઝડપી લીધા હતા. પોલીસે રેતી, ત્રણ ટ્રેક્ટર-ટ્રોલી મળી કુલ ૧૨,૦૪,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સાવરકુંડલાના ભુવા ગામેથી મુકેશભાઇ ઉર્ફે ઘુઘો શાંતુભાઇ વાળા (ઉ.વ.૨૭) તથા અનીલભાઇ બાવભાઇ વડેચા (ઉ.વ.૨૩) પોત પોતાના ટ્રેક્ટરની ટ્રોલીમાં ૭ ટન રેતી ભરીને લઈ જતાં ઝડપાયા હતા. પોલીસે રેતી સહિત ૫,૨૮,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. આ જ રીતે બરવાળા બાવીશી ગામેથી ગાવડકામાં રહેતા પ્રફુલભાઈ જીવરાજભાઈ ચૌહાણ (ઉ.વ.૩૫) પોતાના ટ્રેક્ટરમાં ૩ ટન રેતી ખનન કરીને લઇ જતાં ઝપટે ચડ્યાં હતા. પોલીસે ૧,૫૧,૫૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.