અમરેલી જિલ્લામાંથી પોલીસે ૧૧ સ્થળેથી પીવાનો દેશી દારૂ પકડી પાડ્યો હતો. જેમાં ત્રણ મહિલા પણ સામેલ હતી. પોલીસે કુલ ૩૭ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કરી ધોરણસની કાર્યવાહી કરી હતી. અમરેલીના મોણપર ગામેથી એલસીબી ટીમે એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ જપ્ત કરી હતી. ધારીમાંથી ૬ સહિત જિલ્લામાંથી કુલ ૧૯ ઈસમો કેફી પીણું પીને ફરતાં મળી આવ્યા હતા.