અમરેલી જિલ્લાની પર૭ ગ્રામપંચાયતની ચૂંટણી માટે ૨૯ નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. દરમિયાન ત્રણ દિવસમાં સરપંચ માટે ૧૯૦ અને સભ્યો માટે ૬૭૦ ફોર્મ ભરાયા છે. હજુ ૪ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે બાદમાં કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા તે જાણી શકાશે. ૪ ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. ૬ ડિસેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને ૭ ડિસેમ્બરે ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. પરિણામે ૭ ડિસેમ્બરે ચિત્ર સ્પષ્ટ થશે કે સામાન્ય અને પેટા ચૂંટણીના જંગમાં કેટલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ૧૯ ડિસેમ્બર રવિવારે સવારના ૭ થી સાંજના ૬ સુધી મતદાન યોજાશે. જ્યારે જરૂર જણાય તો ૨૦ ડિસેમ્બરે ફરી મતદાન કરાશે. ૨૧ ડિસેમ્બરે મત ગણતરી કરાશે. આમ, ૨૧ ડિસેમ્બરે પર૭ ગ્રામપંચાયતોનું ચિત્ર સાવ સ્પષ્ટ થઇ જશે.