અમરેલી જિલ્લામાં હોટલ અને ગેસ્ટ હાઉસમાં રોકાતા મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં નોંધવી ફરજિયાત બનાવવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.PATHIK (Programme fro analysis of travelers and hotel infromation) સર્વર અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ખાતે કાર્યરત છે. હોટલ સંચાલકોએ ક્રાઈમ બ્રાંચ પાસેથી યુઝરનેમ અને પાસવર્ડ મેળવવાના રહેશે. હોટલ સંચાલકોએ બહુમાળી ભવન, એ-બ્લોક, પ્રથમ માળ રૂમ નંબર-૧૦૨, એસ.ઓ.જી. શાખા, અમરેલી ખાતેથી ૧૦ દિવસમાં યુઝર આઈડી-પાસવર્ડ મેળવી લેવાના રહેશે. આ જાહેરનામું ૨૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.









































